મોરબી તાલુકાના ગુંગણ ગામે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળ મંત્રીમાં પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસની જવાબદારીમાં સ્થાન મળ્યું છે. જેથી સમસ્ત ગુંગણ ગામ દ્વારા તા.૧૬ને શનિવારે સાંજે ૫ કલાકે મંત્રી બ્રિજેશ મેરજા સન્માન સમારોહ યોજાશે. જેમાં સમસ્ત ગુંગણ ગામના ભીખુભા ડી. જાડેજા (ગુંગણ), દિગુભા પી.જાડેજા (સરપંચ ગુંગણ ગ્રામ પંચાયત), તથા ગ્રામજનો ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમ બાદ સમસ્ત ગ્રામજનોનો ભોજન સમારંભનું પણ આયોજન રાખવામાં આવ્યું છે.