Saturday, May 3, 2025

મોરબીના ખોખરા હનુમાન મંદિર ખાતે હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ તથા રામકથાનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ભરતનગર- બેલા ખાતે આવેલ ખોખરા હનુમાન હરિહરધામના આંગણે 108 પોથી રામ કથા તથા ગુજરાતની સૌથી ઊંચું 108 ફૂટ હનુમાનજી મહારાજની પ્રતિમાનું અનાવરણ તથા ગૌ મહિમા ધર્મસભાનું ભવ્ય આયોજન કરાયું છે.

મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન તથા સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજયભાઈ લોરીયા નેજા હેઠળ ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ મોરબી દ્વારા આ ધાર્મિક કાર્યક્રમ ઉજવાશે. આગામી તા. 8 એપ્રિલના રોજ કથાનો વાજતે ગાજતે પ્રારંભ થશે જે તા. 16 એપ્રિલના રોજ વિરામ પામશે.

જેમાં વ્યાસાસને બિરાજી અનંત વિભૂષિત મહામંડલેશ્વર પૂ. મા શ્રી કનકેશ્વરીદેવીજી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન રાત્રે સંતવાણી યોજાશે જેમાં તા. 10 ના રોજ સેલેશ મહારાજ, સાધ્વી જયશ્રીદાસજી, ગોપાલ બારોટ તા. 12ના રોજ નિરંજન પંડ્યા, પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને દમયંતી બરડાઈ તથા તા. 13 ના રોજ બિરજુ બારોટ, દક્ષા પરમાર, શાંતું મહારાજ તા. 14ના રોજ લલિતા ઘોડાદરા, પ્રવીણદાન ગઢવી, ભરદાન ગઢવી અને મુકેશ મહારાજ તેમજ તા.16 ના રોજ કીર્તિદાન ગઢવી ગ્રુપ, દેવરાજ ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારો ધૂન ભજનની રમઝટ બોલાવશે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW