યોજાયેલી રામકથામાં યોગદાન આપનાર પત્રકારમિત્રો તેમજ તમામ કાર્યકરોને સન્માનિત કરાયા

મોરબીના સુવિખ્યાત તીર્થધામ ખોખરા હનુમાન હરિહરધામ મુકામે કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં ભાવવંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ પ્રકારની સેવા આપનાર કાર્યકર્તા મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબીના સુવિખ્યાત તીર્થધામ ખોખરા હનુમાન હરિહરધામ મુકામે 108 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર એક માસ પૂર્વે યોજાયેલી રામકથામાં વિવિધ સેવા આપી પોતાનું યોગદાન આપનાર સર્વે કાર્યકર્તા – સ્વયંસેવકોનું તેમજ પત્રકારમિત્રોનું હનુમાનજી મહારાજની પ્રતિકૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
