Friday, May 2, 2025

મોરબીના ખોખરાધામ ખાતે ગુજરાતની સૌથી ઉંચી 108 ફુટ હનુમાનજીની પ્રતિમાનું આવતીકાલે અનાવરણ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ખોખરાધામ ખાતે ગુજરાતની સૌથી ઉંચી 108 ફુટ હનુમાનજીની પ્રતિમાનું આવતીકાલે અનાવરણ

મોરબી : ખોખરા હનુમાન હરિહરધામ બેલા,મોરબી ખાતે હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું આવતીકાલે શુક્રવારના રોજ અનાવરણ કરવામાં આવશે. પ્રતિમાના અનાવરણ અવસર પર રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હાજરી આપશે.તેમજ રામકથાના શુભારંભે શોભાયાત્રા નીકળશે.

ગુજરાતની સૌથી ઊંચી હનુમાનની 108 ફુટ ઊંચાઈ ધરાવતી પ્રતિમા ખોખરા હનુમાન હરિહરધામ બેલા,મોરબી મુકામે નિર્માણ પામેલ છે.ખોખરા હનુમાન હરિહરધામ ખાતે 108 ફુટ ઊંચી હનુમાન મહારાજની પ્રતિમાના અનાવરણ અવસર પર આયોજીત રામકથા શુભારંભ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા વર્તમાન સમયના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહેશે.પ્રતિમાના અનાવરણ અવસર પર તા. 8 થી 16 એપ્રિલ સુધી રામકથાનું આયોજન કરવામાં આવેલ છે.કથાશ્રવણ મહામંડલેશ્વર 1008 કનકેશ્વરીદેવી કરાવશે.રામકથા દરમિયાન અનેક સંતો-મહંતો,અનેક રાજદ્વારી મહેમાનો-મહાનુભાવો પધારશે.આ સાથે રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW