મોરબીના કેરાળા (હરીપર) ગામે, રહેણાંક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે, રહેણાંક મકાનમાંથી જુગાર રમતા સાત ઇસમોને રૂ. ૪૫,૩૨૦/- ના રોકડ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ નાઓને સંયુકત રાહે મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓને સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે, હમીરભાઇ જેસંગભાઇ નારેજાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં રેઇડ કરવા સુચના કરતા બાતમીવાળી જગ્યાએ જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા સાત ઇસમોને રોકડ રૂ.૪૫,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી
- હમીરભાઇ જેસંગભાઇ નારેજા ઉ.વ.૬૩, રહે. કેરાળા (હરીપર) તા જી.મોરબી.
- પ્રાણજીવનભાઇ તળશીભાઇ વિલપરા ઉ.વ.૬૩, રહે. સરદાર સોસાયટી, રવાપર, તા.જી.મોરબી.
- અંબારામભાઇ નાનજીભાઇ વિડજાઉ.વ.૬૫, રહે. સરદાર પટેલ સોસાયટી, રવાપર, તા.જી.મોરબી,
- મગનભાઇ દેવજીભાઇ જશાપરા ઉ.વ.૬૦, રહે. બોનીપાર્ક-૬૦૧, રવાપર રોડ, તા.જી.મોરબી,
- બચુભાઇ ગોવિંદભાઇ વાઘડીયા ઉ.વ.૭૨, રહે. ભક્તિનગર નાની વાવડી, તા.જી.મોરબી.
- ગોરધનભાઇ ચકુભાઇ કાચરોલા ઉ.વ.૬૫, રહે પ્રભુકૃપા સોસાયટી, મોરબી-૦૨,
- સુરેશભાઇ કાનજીભાઇ કાવર ઉ.વ.૪૨, રહે. સમસેતુ સોસાયટી, ધુનડા રોડ, તા.જી.મોરબી,