મોરબીના કાયાજી પ્લોટના રહેણાક મકાનમાં લાખો ના સોના અને રોકડની ચોરી.
મોરબીમાં કાયાજી પ્લોટના એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૧૧૦૦ ગ્રામ સોનુ અને રૂપિયા ૧૫ લાખ રોકડાની લઈને નાસી ગયા હતા. ચોકીદારી કરતો શખ્સ પણ ગાયબ હોવાથી તે પણ શંકાના દાયરામાં આવ્યો છે.હાલ આ મામલે પોલીસ ફરિયાદની નોધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના કાયાજી પ્લોટ મેઈન રોડ ઉપર રહેતા પેકેજીગ વ્યવસાય સાથે જોડેયલા હિમાંશુભાઈ ચંદ્રકાંતભાઈ ચંડીભમર પરિવાર સાથે રાજકોટ પ્રસંગમાં ગયા હતા.તેઓ ઘરે પરત આવ્યા ત્યારે જોયું તો ઘરનો સામના વેરવિખેર પાડયો હતી બાદ જોયું તો ઘરમાં ચોરી થઇ હતી. ચોર ૧૧૦૦ ગ્રામ સોનાના દાગીના અને રૂપિયા ૧૫ લાખ રોકડા ઉઠાવી ગયા હતા. આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મકાન માલિક હિમાંશુભાઈ રાજકોટ પ્રસંગમાં હોવાથી પરિવારે લોકરમાંથી દાગીના કાઢ્યા હતા. પણ તે દાગીના ઘરે જ રહી ગયા હતા અને રાત્રીના લગભગ ૧૧:૩૦ પછી ચોરીનો બનાવ બન્યો છે કારણકે ત્યાં સુધી ઘરનો ચોકીદાર કેમેરામાં દેખાતો હતો પણ ત્યાર બાદ દેખાયો ન હતો અને આ ચોકીદારનો ઘરનો જાણકાર હોવાથી DVR પણ લઇ ગયો હતો.





