Sunday, March 15, 2026

મોરબીના ઉમિયા માનવ મંદિરમાં માતા-પિતાની શ્રદ્ધાંજલી રૂપે દાન અર્પણ કરતો કાલરીયા પરિવાર

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઉમિયા માનવ મંદિરમાં માતા-પિતાની શ્રદ્ધાંજલી રૂપે દાન અર્પણ કરતો કાલરીયા પરિવાર

મોરબીમાં લોકો જન્મદિવસ હોય, વર્ષગાંઠ હોય,દિકરા-દીકરીના લગ્ન પ્રસંગ હોય,સારા માઠા પ્રસંગે કંઈકને કંઈક દાન કરતા હોય છે, કંઈકને કંઈક સારી પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે શાપર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઇ કાલરીયાના માતા પ્રભાબેનનું હૃદયરોગના હુમલાથી અવસાન થતા પિતા સ્વ.ગોવિંદભાઇ મનજીભાઈ કાલરિયાના સ્મરણાર્થે રૂપિયા 51000 તથા માતા સ્વ.પ્રભાબેન ગોવિંદભાઇ કાલરિયાના સ્મરણાર્થે રૂપિયા 51000 એમ કુલ રૂપિયા એક લાખ રૂપિયાની ધનરાશી ઉમિયા માનવ મંદિર ટ્રસ્ટમાં દાન અર્પણ કરી કાલરીયા પરિવારે સ્તુત્ય પગલું ભર્યું છે, પ્રેરણાદાયી પહેલ કરવા બદલ ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના મંત્રી પી.એલ.ગોઠીએ ઉમિયા માતાજીની પ્રસાદીરૂપે કહીશ પહેરાવી કાલરિયા ગીરીશભાઈ ગોવિંદભાઇ, કાલરિયા જયેશભાઇ ગોવિંદભાઇ,કાલરિયા આસિતભાઈ ગોવિંદભાઇ વગેરેનું સન્માન કર્યું હતું.

Related Articles

Total Website visit

1,597,540

TRENDING NOW