મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ભવ્ય ભાગવત કથા નું અયોજન સામાકાંઠે સ્વ છગનભાઈ ચિખલીયા અને સ્વ શાંતાબેન ચિખલીયા તેમજ સમગ્ર પિતૃઓના આત્માના કલ્યાણ અર્થે ભવ્ય ભાગવત કથા નું અયોજન તા. 4-11-24 ને સોમવાર થી તા. 10-11-24 સુધી અયોજન કરેલ છે
વ્યાસપીઠ પર પ્રખર વક્તા સંત શ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ બિરાજી સંગીતમય શૈલીમાં કથા નું રસપાન કરાશે.કથાનો સમય બપોર 2:00 – સાંજે 6:00 વાગ્યા સુધી જેમાં સંતો મહંતો રાજકીય સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ભાવેશભાઈ ચિખલીયા બીપીનભાઈ ચિખલીયા તેમજ ચિખલીયા પરિવાર કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.