મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ સીમોલા ટાઇલ્સ કંપનીમાં લોહીની ઉલ્ટી થયા બાદ યુપીના શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ મૂળ યુપીના વતની અને હાલ ઉંચી માંડલ ગામે સીમોલા ટાઈલ્સ કંપનીના ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા સચિન જયકરન શર્મા (ઉ.વ.૩૧) નામના યુવાનને ગઈકાલે તા. ૨૮ ના રોજ લોહીની ઉલટી થયા બાદ તેનું મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.





