Monday, May 19, 2025

મોરબીના ઇન્દિરાનગરમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઇન્દિરાનગરમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ઇન્દીરાનગર ખોડીયાર ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગર ખોડીયાર ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો કાનજીભાઇ રામજીભાઇ સુરેલા (ઉ.વ.૫૫) રહે. શેરી નં- ૩ કબીર ટેકરી મોરબી-૨, રાજુભાઇ મગનભાઇ સુરેલા (ઉ.વ.૪૬) રહે. ઇન્દીરાનગર મેલડીમાંના મંદીર વાળી શેરીમાં, કિશોરભાઇ મેરૂભાઇ ધોળકિયા (ઉ.વ.૫૯) રહે. સર્કિટ હાઉસની સામે, વિધુતનગર, ત્રિભોવનભાઇ બચુભાઇ સનુરા (ઉ.વ.૫૫) રહે. ગાયત્રીનગર હનુમાનજીના મંદીરની બાજુમાં તથા પ્રવિણભાઇ રામજીભાઇ સુરેલા (ઉ.વ.૪૦) રહે. શેરી નં.૩ કબીર ટેકરી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬૪૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,505,763

TRENDING NOW