Monday, May 5, 2025

મોરબીના આલાપ પાર્કના પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત યોજાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબીના આલાપ પાર્કના પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત યોજાયું

મોરબીના રવાપર રોડ પર આશરે સો વિઘામાં સુંદર ઘટાદાર વૃક્ષો વચ્ચે, સુઆયોજીત રસ્તાઓ ફરતા કમ્પાઉન્ડ વોલથી આરક્ષિત અને પાર્કિંગ સાથે ત્રણ માળ સુધીનું બાંધકામ કરવાના નિયમો, પ્રવેશદ્વાર પાસે કયું આર કોડ વાળા સિક્યુરિટી જવાનો ધરાવતી, સોસાયટીમાં વસતા લોકોના દ્વીચક્રી અને ચાર ચક્રી વાહન પર આલાપનો લોગો લગાવવો, નડતરરૂપ વૃક્ષ સિવાયના વૃક્ષ કાપવા માટે દંડનો નિયમ વગેરે આચાર સંહિત ધરાવતી આલાપ પાર્ક સોસાયટીમાં મુખ્ય પ્રવેશ દ્વારની જરુરીયાત હોય સોસાયટીના સમસ્ત લોકોની સામાન્ય સભામાં દાતા દ્વારા પ્રવેશદ્વાર બાંધવા માટે ટહેલ નાખવામાં આવી હતી.

અને આ ટહેલને નિલેશભાઈ મગનભાઈ ઘોડાસરા તથા દિપેશભાઈ મગનભાઈ ઘોડાસરા સેગા ગ્રુપ એ વધાવી લીધી અને આ કામ માટેની જરૂરી રકમ અર્પણ કરી સુંદર મજાના આવન જાવનના અલગ અલગ રસ્તા અને વચ્ચે સિક્યુરિટી કેબિનની વ્યવસ્થા સાથેના પ્રવેશદ્વારના નિર્માણકાર્ય નિલેશભાઈ મગનભાઈ ઘોડાસરા તથા દીપેશભાઈ મગનભાઈ ઘોડાસરા સેગા ગ્રુપના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રમુખ અરવિંદભાઈ વામજા તેમજ આલાપ સોસાયટીની કમિટીની ઉપસ્થિતમાં પ્રવેશદ્વારનું શાસ્ત્રોક્ત વિધિથી, યજ્ઞ કરીને ભૂમિ પૂજન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW