Friday, May 2, 2025

મોરબીના અણીયાળી ચોકડી નજીકથી બે ટન થી વધુ લોખંડના સળિયા સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના અણીયાળી ચોકડી નજીકથી બે ટન થી વધુ લોખંડના સળિયા સાથે એક ઝડપાયો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અણીયારી ચોકડી નજીકથી શંકાસ્પદ લોખંડના બે ટનથી વધુ વજનના સળીયા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસ પેટ્રોલીંગ હોય જે દરમ્યાન અણીયારી ચોકડી પાસે ટ્રેકટરના નંબર -GJ36B3657 વાળુ ટ્રોલી જોડેલ જેમાં લોખંડના સળીયા ભરેલ હોય જે બાબતે ટ્રેકટર ચાલક ભાનુભાઇ દેવદાનભાઇ રહે. મયુરનગર તા.હળવદ જી.મોરબીવાળાને સળીયા બાબતે તેમજ ટ્રેકટરના કાગળો બાબતે પુછતા કોઇ ટ્રેકટરના આધાર પુરાવા તથા ભરેલ નવા સળીયાના બીલ ન હોય જેથી ટ્રેકટર તથા ટ્રોલી કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા બીલ વગરના લોખંડના સળીયા વજન ૨૨૩૦ કિલોગ્રામ કિ.રૂપીયા ૧,૧૧,૫૦૦/- મળી કુલ રૂપીયા ૩,૧૧,૫૦૦/- નો મુદ્દામાલનો શંકપડતી મિલ્કત તરીકે મળી આવતા સી.આર.પી.કલમ-૧૦૨ મુજબ કબજે કરેલ છે. અને આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ-૪૧(૧) ડી મુજબ ધોરણસરની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,677

TRENDING NOW