મોરબી: મોરબીના લખધીરપુર રોડ પર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને હડફેટે લીધુ હતું. જેથી બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ નર્મદા કેનાલ રોડ ગોલ્ડ સીરામીક નજીક ગઈકાલે ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી મોટરસાયકલ નં-GJ-36-N-1180 ને હડફેટે લીધુ હતું. જેથી બાઈક સવાર વિજયભાઈને શરીરે ગંભીર ઈજા થતાં તેનું મોંત નિપજ્યું હતું.આ અકસ્માત બનાવ અંગે રાજભાઈ પીયુષભાઈ ઉર્ફે ખારો કુવરીયો (ઉ.વ.૧૮.રહે.હઉસિંગ બોર્ડ રૂચીકેશ સ્કુલની પાછળ અરીહત નગર મોરબી-૨) એ ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરીયાદ પરથી ટ્રક ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.