Thursday, May 1, 2025

મોરબી:નજરબાગ નજીક રેલ્વે કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી, 2 શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે કર્મચારીની ફરજમાં રુકાવટ કરી બે શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.


મળતી માહિતી મુજબ મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન ખાતે ફરજ બજાવતા મુળ રાજસ્થાનનાં વતની અને હાલ મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન સામે રેલ્વે કોલોનીમાં રહેતા ગણેશનારાયણ રામુલાલ મીનાએ આરોપીઓ અક્ષય દલસુખભાઈ મકવાણા અને જીતુભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨૪નાં રાત્રીના પોણા એક વાગ્યાનાં અરસામાં આરોપીઓએ અગાઉ ફરિયાદી પોતાની કાયદેસરની ફરજ પર હતાં દરમ્યાન બોલાચાલી કરી હોય ફરિયાદીએ ત્યારે આર.પી.એફ પોલીસ બોલાવી હોય જેનો ખાર રાખી આરોપીએ લોખંડના પાઈપ વડે તથા ઢીકાપાટુનો માર મારી બોલાચાલી કરી ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદનાં આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,619

TRENDING NOW