મોરબી જિલ્લામાં ઠેર-ઠેર રસ્તાઓ ઉપર અકસ્માતને આમંત્રણ પાઠવતા ખાડાઓ જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ મોરબીના રોડ-રસ્તાને લઇને પ્રશ્નોતરી ક્લીન પણ લોકો યોજી મોરબીનો ક્યો રોડ સારો છે જણાવો…!! તેવા મેસેજો પણ વાઇરલ થય રહ્યા છે. લોકોની કમર તોડી નાખે તેવા રસ્તાઓથી મોરબીવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે મોરબીની મુલાકાતે રાજ્યકક્ષાના મંત્રીઓ, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ મુલાકાતે આવતાની સાથે જ મોરબીના રસ્તાઓનું રાત્રે જ કામ શરૂ કરી દેવામાં આવતું હોય છે. અને અનેક રજુઆતો કરવા છતાં જે કામ કરવા તસ્કી ન લેતું તંત્ર ઉચ્ચ અધિકારીઓના વાવડથી જ તાત્કાલીક ધોરણે રસ્તાઓનું કામ અને મોરબીને શુભોષિત કરવાનું શરૂ કરી દેવામાં આવે છે.
મોરબીના રોડ રસ્તાઓ તો ઠીક ગ્રામ્ય પંથકના રસ્તાઓની તો અતિ દયનીય હાલત જોવા મળી છે. જ્યાં માત્ર ચુંટણી વખતે જ પ્રવાસ ખેડતા નેતાઓ વાયદા-દાયદા કરીને વોટ માટે હાથ જોડી લોકોનો વિશ્વાસ જીતવા મોટો મોટા વાયદાઓ આપે છે. પરંતુ પરિસ્થિતિ તો ઠેરની ઠેર જ રહે છે. મોરબીથી માળિયા સુધીના રસ્તામાં અકસ્માતને ખુલ્લું આમંત્રણ પાઠવતા ભયજનક ખાડાઓ જોવા મળી રહ્યા છે. રાત્રિના સમયે પસાર થતાં અનેક વાહનચાલકોના અકસ્માત પણ સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વરસાદી માહોલમાં આ મોત સમાં ખાડાઓથી લોકોની જીવન ઉપર મોટો ખતરો તોળાઇ રહ્યો છે. હવે જોવાનું રહ્યું વહિવટી તંત્ર મોરબીથી માળિયા સુધીના રસ્તાની મરામત ક્યારે કરાવશે ? જો કોઈ અકસ્માતમાં કોઈપણ વ્યક્તિનો ભોગ જાય તો જવાબદાર કોણ રહેશે તેવા પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પરંતુ તંત્ર તાત્કાલિક ધોરણે મોરબીથી વનાળીયા, ગોરખીજડીયા, માનસર, નારણકા, દેરાળા, મેધપર, નવાગામ સહિતના ગામ્ય પંથકના રસ્તાઓનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.