Monday, March 9, 2026

મોપેડમાં બે દારૂની બોટલ સાથે મહિલા ઝડપાઈ.

Advertisement
Advertisement
Advertisement

મોપેડમાં બે દારૂની બોટલ સાથે મહિલા ઝડપાઈ.

મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપરથી પોલીસે જયુપીટર મોટર સાયકલ લઈને નીકળેલી વાવડી ગામની મહિલાને વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપી લઈ રૂપિયા 84,445નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર ગોલ્ડન માર્કેટ નજીકથી જયુપીટર મોટર સાયકલ લઈને નીકળેલ વાવડી ગામે રહેતા રેખાબેન લલિતભાઈ વધોરા નામના મહિલાની તલાશી લેતા રેખાબેનના કબ્જામાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 895 મળી આવતા રૂપિયા 70 હજારનું મોટર સાયકલ, 10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 3550 સહિત કુલ રૂપિયા 84,445નો મુદ્દામાલ કબ્જે કરી મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

Related Articles

Total Website visit

1,595,180

TRENDING NOW