મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાત મંદ બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરાયું.
તારીખ 24/7/2023 ના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અગ્નેશ્વર મહાદેવ ના મંદિર પાસે જે લોકો મજૂરી કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય તેવા મજુરના જરૂરિયાતમંદ છોકરાઓને સ્ટેશનરી કીટ જેમાં ૧ નોટબુક, ૧ પાણી ની બોટલ, ૧ નાસ્તા નો ડબ્બો, પેન્સિલ, રબર, વેફર, અને ચોકલેટ આપીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું..

આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલફેર સોસાયટીના બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ તકે ત્યાંના સંચાલક વિનોદભાઈ નિમાવત નો પણ પૂરો સાથ સહકાર સાંપડ્યો હતો.