મોરબી સ્થિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નિયમ મુજબ વર્ષના અંતિમ માસ એટલેકે ડિસેમ્બરના અંતિમ દિવસોમાં “એડોપ્શન ઓફ મધર” પ્રોજેક્ટ સંપન્ન કરાયો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત 6 જરૂરતમંદ, ગંગાસ્વરૂપ , વૃદ્ધ મહિલાઓને રાશનની કીટ તેમજ સાડીઓ આપી પ્રેમથી જમાડવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના સભ્યના ઘેર ભાવુક દ્રશ્યો સર્જાય હતા. અને લાભાર્થી મહિલાઓએ સંસ્થાના સભ્યોને ખુબ આશીર્વાદ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુસ્કાન વેલ્ફર સોસાયટી, મોરબી દ્વારા ગત ફેબ્રુઆરી માસથી જરૂરતમંદ, ગંગાસ્વરૂપ, વૃદ્ધ મહિલાઓને મદદરૂપ થવાના ઉમદા હેતુ સાથે ” એડોપ્શન ઓફ મધર ” પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમાં 6 મહિલાઓને દર મહીને, બાર માસ સુધી પુરી રાશનકીટ સાડી સહીત મદદ કરવી. અને આજે વર્ષના અંતિમ માસના અંતિમ દિવસોમાં નક્કી કર્યા મુજબનો કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.