Thursday, May 1, 2025

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

Advertisement
Advertisement
Advertisement

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી અનેકવિધ સેવાકીય કાર્ય કરી રહી છે ત્યારે તારીખ 31 3 2023 ના રોજ મુસ્કાન વેલફેર સોસાયટી તેમજ શ્રી શારદા સંગીત વર્ગના સંયુક્ત ઉપક્રમે ઓપન મોરબી”चलो कुछ गाए, कुछ गुनगुनाए” ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી અને ત્રણેય કેટેગરીમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ઇનામો આપવામાં આવેલ. અને સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવેલ. આ કાર્યક્રમ દરમિયાન મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્ય કવિતાબેન મોદાણી તેમજ રંજના બેન સારડા એ આખા વર્ષ દરમિયાન કરેલ સેવાકીય પ્રવૃત્તિઓનું વાંચન કરી સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સીમાબેન જાડેજા, સોનલબેન શાહ, બંસીબેન શેઠ તેમજ નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી અતુલભાઇ પાડલીયા તથા ગેસ્ટ તરીકે દિશાબેન મેહતા અને મોરબી ન્યૂઝ ના રવિભાઈ મોટવાણી એ તેમનો કીમતી સમય ફાળવી હાજરી આપી હતી. આ સાથે શારદા સંગીત વર્ગના તુષારભાઈ, ભાર્ગવભાઈ અને ઉર્વશી બેન નો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા પૂરો સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ પ્રતિયોગીતામાં અશ્વિનભાઈ બરાસરા, નિરવભાઈ રાવલ અને અવનીબેન ગોસ્વામી એ જજ તરીકેની ફરજ બજાવી હતી અને અંતમાં દરેક સ્પર્ધકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના મેમ્બરોએ બહોળી સંખ્યામાં હાજરી આપી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો..

Related Articles

Total Website visit

1,502,608

TRENDING NOW