ટંકારા: રાજકોટ મોરબી હાઈવે ઉપર મીતાણા ચોકડી પર નવા બની રહેલ ઓવરબ્રિજની સિમેન્ટ પેનલ સાથે આધેડનું બાઈક અથડાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ટંકારાના હમીરપર ગામે રહેતા રૂપસિંગ રાયસિંગ બૂડેદિયા (ઉ.૪૪) પોતાનું સ્પ્લેન્ડર મોટર સાઈકલ એન્જીન નં. ૦૩સી/૮ એમ.ઓ.૩૩૫૭ વાળું લઈને પુર ઝડપે મોરબી રાજકોટ હાઈવે પર જતો હોય દરમિયાન મીતાણા ચોકડી પર નવા બનતા ઓવર બ્રીજના સિમેન્ટના આર.ઈ. પેનલ (બ્લોક) સાથે પોતાનું મોટર સાઈકલ ભટકાતા માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોચી હતી. જેમાં રૂપસિંગ બૂડેદિયાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃતકના ભાઈ માનસિંગ બુદડીયા (રહે.હાલ જાબીડા)ની ફરિયાદ લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.