Monday, March 9, 2026

માળીયા: હુશેનાબેન કેમ અમારી સાથે ફોનમાં વાત નથી કરતા! તેમ કહી ત્રણ શખ્સોએ યુવતીને માર મારી

Advertisement
Advertisement
Advertisement

માળીયા: હુશેનાબેન કેમ અમારી સાથે ફોનમાં વાત નથી કરતા! તેમ કહી ત્રણ શખ્સોએ યુવતીને માર મારી

મોરબી: માળિયા (મી)ના રોલીયા વાંઢ વિસ્તારમાં રહેતા હુશેનાબેન કેમ અમારી સાથે ફોનમાં વાત નથી કરતા! તેમ કહી ત્રણ શખ્સોએ બે યુવતીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળિયા મી પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

મળતી માહિતી મુજબ માળીયા મીં રોલીયા વાઢ માધવ હોટલની પાછળ રહેતા હનીફાબેન દાઉદભાઇ સામતાણી (ઉવ ૪૦) એ આરોપી ઇબ્રાહીમભાઇ યુસુફભાઇ સામતાણી તથા અલ્તાફભાઇ યુસુફભાઇ સામતાણી અને હુસેનભાઇ યુસુફભાઇ સામતાણી (રહે. બઘા અંજાર , શેખ ટીબા અંદર, હેમલાય ફળીયુ) વિરુદ્ધ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૯-૨૦૨૨ ના સાંજના છ એક વાગ્યાના અરસામાં ફરીયાદીના સાહેદ હુશેનાબેન કેમ અમારી સાથે ફોનમા કેમ વાત કરતી નથી તેમ કહીને ભુડાબોલી ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇને આરોપી ઇબ્રાહીમભાઇ તથા આરોપી હુસેનભાઇ ઘોકા વતી ફરીયાદીને વાંસાના ભાગે માર મારી મુંઢ ઇજા કરી તેમજ ડાબા હાથમા ફેકચર જેવી ઇજા કરી તેમજ સાહેદ હુસેનાને આરોપી અલ્તાફભાઇએ ઘોકા વતી માર મારી વાંસાના ભાગે મુઢ ઇજા કરી ફરીયાદી તથા સાથીને જાનથી મારી નાખવાની ઘમકી આપી ગુનામા એકબીજાને મદદગારી કરી હતી. આ બનાવ અંગે હનીફાબેનએ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,175

TRENDING NOW