જુનાગઢ માળીયાહાટીના તાલુકાના ગળુ અને વિષણવેલ ગામના 15 યુવકો ફસાયા હતા, જોકે ભારે જહેમતબાદ તેમનો જીવ બચ્યો હતો.
મળતા અહેવાલ પ્રમાણે આ યુવાને નાળિયેર ઉતારવાનું કામ કરવા ગયા હતા, તેઓ નાળિયેર ઉતારીને જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે મેઘલ નદીમાં ઉપરવાસના જળાશયોમાંથી છોડેલા પાણીને કારણે પુર આવ્યું હતું. ત્યારે નાળીયેર ઉતારવા ગયેલા યુવકો ફસાયા હતા. માર્ગ પર નદીનું પાણી ફરી વળ્યું હતું. ફસાયેલા યુવકોને તેમના મિત્રો અને સ્થાનિક લોકો દ્વારા દોરડા બાંધીને પુરના પાણીમાંથી રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા જેમાં તમામ યુવકો હેમખેમ રીતે બહાર નીકળી ગયા હતા.