Friday, March 13, 2026

માળીયા હાઇવે પર બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો.

Advertisement
Advertisement
Advertisement

માળીયા હાઇવે પર બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો.

મોરબી માળિયા હાઈવે પર અવારનવાર અકસ્માતો બનતા રહે છે ત્યારે આજે સવારના સુમારે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ત્રણ ને ઈજા પહોચી હોવાની માહિતી મળી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઈવે પર આવેલ અર્જુનનગર ગામ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને પગલે હાઈવે પર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો તો ધટનાની જાણ થતા જ ૧૦૮ ની મહેન્દ્રનગર લોકેશન અને માર્કેટિંગ યાર્ડ લોકેશનની બંને ટીમો દોડી આવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા તો ૧૦૮ ટીમ પાસેથી મળતી માહિતી મુજબ અસીમભાઈ જમાલભાઈ, અશોકભાઈ અને સરમનભાઈ ને ઈજા પહોચી હતી તો આ અંગે માહિતી મળી છે કે રીક્ષામાં સવાર લોકો મોરબીથી અણીયારી કામ સબબ જતા હોય દરમિયાન અર્જુનનગર ગામ નજીક અચાનક ગ્રામ્યરસ્તેથી બાઈક આવતા અકસ્માત સર્જાયો હતો.

Related Articles

Total Website visit

1,595,583

TRENDING NOW