માળીયા: વેજલપર ગામના ઝાંપા નજીકથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા (મી): માળિયા તાલુકાના વેજલપર ગામના ઝાંપા નજીકથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વેજલપર ગામના ઝાંપા નજીકથી આરોપી રોનકભાઈ હિતેષભાઇ ગૌસ્વામી (ઉ.વ.૧૯) રહે. વેજલપર તા. માળીયા (મી) વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩ કિં રૂ.૧૧૨૫ તથા એક મોબાઇલ ફોન કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ.૬૧૨૫ ના મુદ્દામાલ સાથે માળિયા મી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.