Sunday, May 4, 2025

માળીયા (મી):ખીરઈ ગામની સીમમાં જુગાર રમતા એક મહિલા સહિત બે ઈસમો રૂ. 2,55,500 નાં મુદામાલ સાથે ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

મોરબી: પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, તથા સહદેવસિંહ જાડેજાને મળેલ બાતમીનાં આધારે માળીયા (મિ.) તાલુકાના ખીરઇ ગામની સીમમાં માળીયા (મિ.)-મોરબી હાઇવે રોડ ઉપર નાઝ ટ્રાન્સપોર્ટની બાજુમાં નવી બનતી હોટલના ગ્રાઉન્ડમાં આવેલ ગોળાકાર ઓરડીમાં આરોપી હાસમ કરીમભાઇ મિયાણા બહારથી સ્ત્રી તથા પુરૂષોને બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળતા.

બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન આરોપીઓ હાસમ કરીમભાઇ મોવર (રહે. વીસીપરા, મદીના સોસાયટી, મોરબી-૦૨),અનવર જુશબભાઇ જામ (રહે. વીસીપરા, શાંતિનગર, વિજયનગરની બાજુમાં મોરબી-૦૨) સોનલબેન હિતેષભાઇ લીંબાભાઇ નાગ (રહે. લાયન્સનગર, સેન્ટમેરી સ્કૂલ પાસે મોરબી-૦૨) ને રોકડ રૂ.૨,૪૫,૦૦૦/- તથા અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૦,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૫૫,૫૦૦/- ના મુદામાલ સાથે ત્રણેય આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ તળે માળીયા મિ, પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,732

TRENDING NOW