માળીયા તાલુકાના હોનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી કચ્છ બાજુ થી મોરબી તરફ આવતી મહિન્દ્રા કાર રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો ત્યારે કાર ચાલકે કારણે મારી મૂકી પછી કારને છોડીને નાસી ગયો હતો જેમાંથી 384 બોટલ દારૂ મળતા પોલીસે કાર અને દારૂ મળીને 5.44 લાખનો મુદામાલ કબજે કરેલ છે.
મળતી માહિતી મુજબ માળીયા મિયાણા નેશનલ હાઇવે રોડ ઉપર હોનેસ્ટ ચેક પોસ્ટ નજીક વાહન ચેકીંગ દરમિયાન માળીયા પો.કોન્સ શામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબાને સંયુકત રીતે બાતમી મળેલ કે, સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટકાર જેના રજી.નં-GJ-21-AQ-9491 વાળીમા ઇગ્લીશ દારૂ ભરીને કચ્છથી માળીયા તરફ આવે છે. જેથી પોલીસે વોચ ગોઠવી આરોપી કિરણભાઇ ભલાભાઇ સોલંકી, રહે.જેતડા તા.થરાદ જી.બનાસકાંઠા વાળાને કાર સાથે ઝડપી લીધો હતો.
પોલીસે ભારતીય બનાવટની ઇંગલીસ દારૂ એડ્રીલ ઓરેંજ વોડકા ફોર સેલ ઇન ગોવા બ્રાન્ડની કુલ બોટલો નંગ-૬ કિ.રૂ.૧૦,૮૦૦/, એડ્રીલ ગ્રીન એપલ વોડકા ફોર સેલ ઇન ગોવા બ્રાન્ડની કુલ બોટલો નંગ-૩૬ કિ.રૂ.૧૦,૮૦૦, એડ્રીલ ક્લાસીક વ્હીસ્કી ફોર સેલ ઇન ગોવા બ્રાન્ડની કુલ બોટલો નંગ-૧૧૭ કિ.રૂ.૩૫,૧૦૦/, જરવીસ રોજર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૬૦ કિ.રૂ.૧૮,૦૦૦/,એક ઓપો કંપનીનો 54, મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/, સુઝુકી કંપનીની સ્વિફ્ટકાર જેની કિ રૂ ૩,૦૦,૦૦૦/ – મળી કુલ રૂ. ૩,૭૯,૭૦૦/-ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં માળીયા(મી)પીએસઆઈ બી.ડી.જાડેજા,હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ,મહેન્દ્રસિંહ ચુડાસમા, સામજીભાઇ ઉઘરેજા, જીગ્નેશભાઇ લાંબા, ભગીરથસિંહ ઝાલા,દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.