માળીયા તાલુકાના ખીરઇ ગામે દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઝડપાયો.
મોરબી એલસીબી ટિમ એ માળિયા તાલુકાના ખીરઇ ગામે નવાપરામાં રહેતા એક ઈશમને ગેરકાયદેસર રીતે પોતાના પાસે રાખેલ દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે તો તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ અન્વયે ગુન્હો પણ નોંધાવ્યો છે.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમને ખાનગી હકીકત મળેલ કે માળિયા તાલુકાના ખીરઇ ગામે નવાપરામાં રહેતા ગુલામભાઇ મોવરભાઇ લઘાણી પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર દેશી હાથ બનાવટનું હથિયાર રાખે છે. તેવી સચોટ બાતમી મળેલ હોય જેને આધારે રેડ કરતા ગુલામભાઇ મોવરભાઇ લધાણી, રહે. ખીરઇ, નવાપરા તા. માળીયા મીયાણાવાળાને દેશી હાથ બનાવટની બારબોર બંદુક નંગ-૦૧ કિ.રૂ. ૫,૦૦૦/- સાથે પકડી પાડી હથિયાર ધારા તળે ગુનો નોંધવામાં આવ્યો છે.