માળીયા- કચ્છ નેશનલ હાઇવે પર આવેલ શહેનશાહવલીના પાટીયા નજીક ટ્રક પલ્ટી ખાઈ જતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત થતા અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા (મી) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા- કચ્છ નેશનલ હાઇવે પર આવેલ શહેનશાહવલીના પાટીયા નજીક અજાણ્યાં ટ્રક ચાલકે પોતાના ટ્રક નં- GJ-12-BV-6387 આડેધડ ચલાવતા ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં કૈલાશબેનને ગંભીર ઇજા પહોચતા તેઓનું મોત નિપજયું છે જયારે હરપાલભાઇ તથા ધામિકને ઇજા પહોંચી હતી આ દરમિયાન ટ્રક ચાલાક ટ્રક મુકી નાસી છૂટ્યો હોવાથી મેરૂભાઇ નરશીભાઇ ધામેચા (ઉ.વ.૫૬) માળીયા (મિ) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.