Sunday, May 11, 2025

માળીયામિંયાણાના વેજલપર ખાખરેચી વિસ્તારમાં તોફાની પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગ ધોધમાર વરસાદ ખાબકી જતા પાણી પાણી

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણાના વેજલપર ખાખરેચી વિસ્તારમાં તોફાની પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગ ધોધમાર વરસાદ ખાબકી જતા પાણી પાણી

વેજલપર ખાખરેચી વિસ્તારમાં અસહ્ય બફારા બાદ સાંજે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો ભારે પવનથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી પતરા ઉડ્યા

માળીયામિંયાણા પંથકમાં દિવસભર અસહ્ય બફારા બાદ સાંજના સમયે મેઘરાજાએ તોફાની પવન સાથે એન્ટ્રી કરી હતી અને થોડીવાર માટે મેઘરાજાએ પોતાનુ રોદ્ર સ્વરૂપ દેખાડતા મીની વાવાઝોડા અને કડાકા ભડાકા સાથે વેજલપર ખાખરેચી અણીયારી ચોકડી વાધરવા મોટીબરાર સહીતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો માળીયા પંથકમાં જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાની તોફાની પવન સાથે એન્ટ્રી થઈ હતી અને થોડીવારમાં મીની વાવાઝોડા સાથે ખાબકેલા ધોધમાર વરસાદે પાણી પાણી કરી દીધુ હતુ આખો દિવસ ગરમીના અસહ્ય બફારા અને ઉકળાટ બાદ મેઘરાજા અચાનક તુટી પડતા ખેતરોમાં પાણી પાણી થઈ ગયા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાં રાહત મળી હતી પરંતુ મીની વાવાઝોડા જેવા તોફાની પવન સાથે ખાબકેલા ધોધમાર વરસાદથી ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા તો ક્યાંક પતરા ઉડ્યાના બનાવો બન્યા છે જોકે જગનો તાત હજુ વાવણીલાયક સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે

Related Articles

Total Website visit

1,502,913

TRENDING NOW