Sunday, May 4, 2025

માળીયામિંયાણાના ખાખરેચી ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી સફાઈ કામ માટે મીની ટ્રેકટરની ભેટ મહેશ પારજીયાએ આપી લીલીઝંડી

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણા
તા.૨૯ જુન ૨૦૨૨
રિપોર્ટ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર

માળીયામિંયાણાના ખાખરેચી ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી સફાઈ કામ માટે મીની ટ્રેકટરની ભેટ મહેશ પારજીયાએ આપી લીલીઝંડી

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ પારજીયાની ગ્રાન્ટમાંથી ખાખરેચી ગ્રામ પંચાયતને ટ્રેકટર ટ્રોલી સાથે સરપંચ ઉપસરપંચ સભ્યોની હાજરીમાં ભેટ લીલીઝંડી અપાઈ

મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ જેતે જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામડાઓને જિલ્લા પંચાયત સદસ્યોની ગ્રાન્ટોમાંથી ગામડાઓની ગ્રામ પંચાયતને ગામમાં સ્વચ્છતા જળવાઈ અને સરકારશ્રીના સ્વચ્છ અભિયાનના સપના સાકાર કરવા ગામમાં સાફ સફાઈ માટે કચરો ઉપાડવાના સાધનોની જરૂરીયાત વાળા ગામડાઓને મીની ટ્રેકટર સાથે ટ્રોલીનુ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિતરણ કરવામાં આવ્યું હતુ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાની ઉપસ્થિતિમાં મોરબી માળીયા હળવદ સીટના જિલ્લા પંચાયત સદસ્યોની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયતોને ટ્રેકટર સાથે ટ્રોલીની ભેટ આપી હતી જેમા ખાખરેચી જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય મહેશભાઈ પારજીયાની ગ્રાન્ટમાંથી ખાખરેચી ગ્રામ પંચાયતને સરપંચ ઉપસરપંચ સભ્યોની હાજરીમાં સાફસફાઈ માટે ગામમાં શેરીએ શેરીએ કચરો ઉપાડવા મીની સ્વરાજ ટ્રેકટરની સાથે ટ્રોલીની જિલ્લા પંચાયત પ્રમુખ અને સદસ્યાના હસ્તે ગ્રામ પંચાયતને ભેટ આપી સરપંચ ઉપસરપંચ સભ્યોની સાથે જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયાએ લીલીઝંડી આપી સુપ્રત કરવામાં આવ્યા હતા

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW