માળીયામાં વાગડીયા ઝાપા નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો
મોરબી: માળિયા (મી)માં વાગડીયા ઝાપા નજીક ખંડેર મકાનમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી)માં વાગડીયા ઝાપા નજીક ખંડેર મકાનમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી મુસ્તાક અબ્દુલભાઈ ખોડ (ઉ.વ.૨૯) રહે. મોટી બજાર ચોકની બાજુમાં માતમ ચોક માળિયા વાળાને રોકડ રકમ રૂ.૪૪૦ ના મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.