માળીયા મીયાણા શહેરમાં વાડા વિસ્તારમાં જુના રેલ્વે સ્ટેશન નજીક રહેતા અલાયાભાઈ કરીમભાઈ ભટ્ટ (ઉ.વ.૨૨) એ ત્યાંજ રહેતા આરોપી સમીર હુસેનભાઇ જેડા વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી આરોપી પાસેથી બાકી નીકળતા પૈસા માંગતા આરોપીને સારૂ ન લાગતા ફરીયાદી સાથે ઝઘડો કરી પોતાની પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદીને ડાબી સાઇડ ડોકના ભાગે છરકો કરી તેમજ જમણા હાથના બાવળાના ભાગે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.