Sunday, March 15, 2026

માળીયામાં ડબલ મર્ડર: ઢોર ચરાવવા જેવી નજીવી બાબતમાં માતા-પુત્રની હત્યા કરાઈ

Advertisement
Advertisement
Advertisement

માળીયામાં ડબલ મર્ડર: ઢોર ચરાવવા જેવી નજીવી બાબતમાં માતા-પુત્રની હત્યા કરાઈ

મોરબી: મોરબી જિલ્લામાં જાણે છેલ્લા થોડા સમયથી કાયદો વ્યવસ્થા ખાડે ગયા હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર ખુનના,લુટના, ધાડ જેવા બનાવો બંને છે ત્યારે તેમા વધુ એક ડબલ મર્ડર બનાવનો વધારો થયો છે. માળીયા વિસ્તારમાં ગઈકાલે ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ભેંસો ચરાવવા જેવી નજીવી બાબતમાં માતા-પુત્રને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. કૌટુંબિક ભત્રીજા દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં માતા -પુત્રનુ મોત નિપજતાં મામલો ડબલ મર્ડરમા પલટાયો હતો. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બનાવની આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ મળીયાના કોબા વાંઢ વિસ્તારમાં ગઈકાલે ઢોર ચરાવવા બાબતે ખુની ખેલ ખેલાયો હતો જેમાં કૌટુંબિક ભત્રીજા શારૂખ દ્વારા તેમના કૌટુંબિક કાકી જરીનાબેન અને તેનો પુત્ર હબીબભાઈ મોવર એમ માતા -પુત્ર બંને ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા માતાનું ઘટનાસ્થળે અને જ્યારે પુત્રનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ડબલ મર્ડરના બનાવમાં માતા-પુત્રના મૃતદેહને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાં યુવાન હબિબભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાછો માળિયા લય ગયા હતા. ડબલ મર્ડરના બનાવની જાણ માળિયા પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બેવડી હત્યાના બનાવમાં ફરીયાદ લેવા માટે અને આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,474

TRENDING NOW