Thursday, June 18, 2026

માળીયામાંથી સગીરવયની બાળકીનું અપહરણ કરીજનાર આરોપી લિંબડીથી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયામાંથી સગીરવયની બાળકીનું અપહરણ કરીજનાર આરોપી લિંબડીથી ઝડપાયો

મોરબી: માળીયા (મી) પોલીસ સ્ટેશનના એ પાર્ટ આઈ.પી.સી કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો અઘીનિયમ-૨૦૧૨ની કલમ.૧૮ મુજબના કામના આરોપી તથા ભોગબનનારને શોધી કાઢ્યા.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામા વણ શોધાયેલ ગુન્હા શોધી કાઢવા માટે જરૂરી સુચના થયેલ હોય તે અન્વયે સી.પી.આઇ. મોરબીનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે અમારી પાસેની માળીયા મી પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં, ૦૭૪૪/૨૦૨૨ આઈ.પી.સી.કલમ 393.399,તથા પોક્સો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૧૮ મુજબના કામનો આરોપી તથા ભોગબનનાર લીંબડી જી.સુરેન્દ્રનગર મુકામે હોવાની હકિકત મળતા તાત્કાલીક લીંબડી જી. સુરેન્દ્રનગર મુકામે અમારી ટીમ સાથે તપાસમા જઈ આ કામના ભોગબનનાર તથા આરોપી જયંતીભાઈ બાબુભાઇ સોલંકી જાતે અનુજાતિ ઉ.વ.- ૨૫ ધંધો મજુરી રહે-લપુર તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળા મળી આવતા તેને હસ્તગત કરી અને માળીયા (મી) પોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Related Articles

Total Website visit

1,608,564

TRENDING NOW