માળીયાના સુલતાનપુર ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
સમગ્ર રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે માળિયાના સુલતાનપુર ગામે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

માળીયા તાલુકાના સુલતાનપુર ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી ડી વી ગઢવી સાહેબ મણીલાલ સરડવા માળિયા તાલુકા પ્રમુખ ભાજપ હસુ ભાઈ કૈલા ભારદ્વાજ રંગપરીયા, હીતેશ દસાડીયા યુવા પ્રમુખ માળિયા , ભાવેશ વિડજા સરપંચ,રતિલાલ વિડજા માંજી સરપંચ , વિઠલ પ્રભુ માંજી સરપંચ,કરશન ભાડજા, રમેશ ભાઈ ઠાકરશી,મંત્રી શ્રી બક્ષીપંચ મોરચા બાબુ સિસનોદા ,તથા સ્કુલના શિક્ષકો, ગામવાસીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.