માળીયા તાલુકાના વવાણીયા ગામે મોટા કોળી વાસમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને માળીયા મિંયાણા પોલીસે ઝડપી પાડીને રૂ. 10,400 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
મળતી માહિતી મુજબ માળીયા મિંયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે માળીયા તાલુકાના વવાણીયા ગામે મોટા કોળી વાસમાં ધાવડી માં ના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા રઘુભાઈ માનસિંગભાઈ ભમ્મર, રાજુભાઇ મહાદેવભાઈ મકવાણા, મનસુખભાઇ દેવજીભાઈ રાઠોડ, સનાભાઈ દેવાભાઈ સોમાણી અને મનીષભાઈ મગનભાઇ સાલાણીને રૂ. 10,400 ના મુદામાલ સાથે ઝડપી પાડીને પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.