માળીયાના મોટા દહિસરા પાસે બિલ્ડરના પુત્ર થયેલ ફાયરીંગની ઘટનામાં ફરીયાદ નોંધાઈ
મોરબી જીલ્લામાં ક્રાઈમમા દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લામાં જાણે લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી છરી અને બંદુક સાથે રાખી ફરી રહ્યા છે ત્યારે માળિયા મીયાણા તાલુકાના મોટા દહિસરા થી નવલખી રોડ જીઇબી પાવર હાઉસ સામે રોડ ઉપર યુવકની ગાડીના કાચ ખોલાવી ગાળો આપતા યુવકે ગાળો આપવાની ના પાડતાં આરોપીએ તમંચા થી ત્રણ ફાયરિંગ કરી ગંભીર ઈજાઓ કરી હોવાની માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના હજનાળી ગામનિ વતની અને હાલ મોરબી મોટી કેનાલ અવની ચોકડી પાસે પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા અને બાંધકામનો ધંધો કરતા તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામી એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી મોટા દહિંસરા નવલખી રોડ ઉપર જીઇબી સ્ટેશન સામે પોતાના હવાવા વાળી ફોર વ્હીલ ગાડી રજીઉ નં. જીજે-૩૬-આર- ૫૩૫૦ વાળી લઇ ઉભા હતા ત્યારે આરોપી આવી ફરીયાદીની ગાડીનો કાચ ખોલાવી ગાળો આપી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ફરીયાદીને મારી નાખવાના ઈરાદાથી તમંચા જેવા હથિયારથી ફરીયાદી ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.