માળિયા મી. ના રાખોડિયા વાંઢ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ
ત્યારે બીજી તરફ માળિયા પોલીસ પેટ્રોલીંગમાં હોઈ દરમિયાન રાખોડિયા વાંઢ વિસ્તારમાં એક ઈસમ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળી હતી ત્યારે પોલીસ દ્વારા રાખોડિયા વાંઢ વિસ્તારમાં બાવળના ઝુંડમાં રેઇડ કરતા ત્યાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. ત્યારે પોલીસ દ્વારા હાજર આરોપીનું નામઠામ પૂછતા તેઓ દિલાવર ઉર્ફે દિલો ઇસુફભાઈ જામ હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
ઉપરાંત હકીકત વાળી જગ્યા પરથી દેશી દારૂ બનાવવાની વસ્તુઓ જેવી કે ગરમ આથો, ઠંડો આથો, દેશી દારૂ ભરેલ કેન, નળી, એલ્યું. બકડિયા , તેમજ બેરલ જેવી વસ્તુઓ મળી આવી હતી જેની કી.રૂ. ૭૪૦/- ગણી કબ્જે કરવામાં આવ્યા છે