Monday, March 9, 2026

માળિયા પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

માળિયા પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં માળિયા પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાફિક શાખાના કર્મચારીઓને સાથે રાખીને લોકોને ટ્રાફિક અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

માળિયા પોલીસ અને ટ્રાફિક શાખાના કર્મચારીઓએ સંયુક્ત રીતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સેફ્ટી માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ કેટલો મહત્વનો છે ઉપરાંત ટ્રાફિકના નિયમો જેમાં ટ્રાફિક લાઈટ, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ ના કરવો તેમજ નશાકારક પદાર્થોનું સેવન કરીને વાહન નો ચલાવવું તેમજ પાર્કિંગ તથા સેફ્ટી અને સલામત રીતે વાહનો ચલાવવા બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારે આ જ કાર્યક્રમમાં માળિયા પોલીસની સી ટીમ દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓને આવારા તત્વો હેરાન કરે ત્યારે શું કરવું ઉપરાંત ગુડ ટચ અને બેડ ટચ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Related Articles

Total Website visit

1,595,127

TRENDING NOW