માળીયા (મિં)ના વિર વિદરકા ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું નિપજ્યું છે. આ બનાવ અંગે માળીયા (મિં) પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ માળિયા-મિયાણાના વિર વિદરકા ગામે રહેતા ફારૂકભાઇ ઉમરભાઈ કટીયા (ઉ.વ.21)એ ગત તા.23 ના રોજ કોઈ છોકરી સાથે એક તરફી પ્રેમ સંબંધ હોય એ બાબતનું પોતાને મનમાં લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી જતા ફારૂકભાઇને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા (મિં) પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.