માળિયા (મિં) ટાઉનમાં વાડા વિસ્તારમાં આવેલ આંગણવાડીની બાજુમાં જુગાર રમતાં 3 પત્તાપ્રેમીને માળિયા (મિં) પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ માળિયા (મિં) પોલીસ સ્ટેશનના હેડ. કોન્સ્ટેબલ વી.આર.વઘેરા તથા પોલીસ ટીમને માળિયા (મિં) ટાઉનમાં વાડા વિસ્તારમાં આવેલ આંગણવાડીની નજીક જુગાર રમાતો હોવાની બાતમી મળી હોય બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. અને તીનપત્તીનો જુગાર રમતા હાજીભાઇ અબ્દુલભાઈ જામ, રસુલભાઇ વલીમામદ માણેક, રહીમભાઇ ગગાભાઇ જેડા (રહે.ત્રણેય માળિયા (મિં) આંગણવાડીની બાજુમાં)ને રોકડ રકમ રૂ. 2830 સાથે ઝડપી લીધા હતા. ત્રણેય આરોપી વિરૂધ માળિયા (મિં) પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.