માળિયાના રોહિશાળા ગામે મહાશિવરાત્રીના ભવ્ય સંતવાણીનું આયોજન
માળિયા (મિં) તાલુકાના રોહિશાળા ગામે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જાગૃત મહાદેવના સાનિધ્યમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આવતીકાલે તા.૧ ના રોજ સમસ્ત રોહિશાળા ગામ દ્વારા જાગૃત મહાદેવના સાનિધ્યમાં રાત્રે ૧૦ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં ભજનીક અલ્પાબેન રાઠોડ, સાહિત્ય અને હાસ્ય કલાકાર જોરૂભા ડોડીયા દ્વારા સાહિત્યનું રસપાન કરાવવામાં આવશે. આ સંતવાણી કાર્યક્રમમાં સહુ ધર્મ પ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા રોહિશાળા ગામ સમસ્ત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.