મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી.ની બદી સદંતર નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અંગેના ડીવાયએસપી રાધિકા ભારાઇ તથા ઈં/ચા. મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ કાર્યરત હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી આધારે માળીયા મિ.માતમચોક ખોડવાસ પાસે આરોપી સિદિકભાઇ જીવાભાઈ મોવરના રહેણાંક મકાનમાંથી ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો બીયર ટીનનો જથ્થો ૨૬૪ નંગ કિમત રૂ. ૨૬,૪૦૦/વેચાણ અર્થે સંતાડી રાખેલ હોય જેથીઆરોપી તથા પ્રોહીબિશન જથ્થો જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
આ કામગીરીમા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલર્સિહ ચાવડા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા વગેરે જોડાયા હતા