માળિયાના ખાખરેચી અને ઘાંટીલા ગામે ફ્રી નિદાન કેમ્પમાં 700 દર્દીઓએ ભાગ લીધો

માળિયા (મિં): મોરબી-૨ વિસ્તારની એકમાત્ર NABH તથા કોર્પોરેટ કક્ષાની સુવિધા આપતી મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પીટલના શ્રેષ્ઠ નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા માળિયાના ખાખરેચી અને ઘાંટીલા ગામે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખાખરેચી ગામે બજરંગ વાડી નારાયણ નગર, તથા ઘાંટીલા ગામે જૈન ઉપાશ્રય શક્તિ પ્લોટ, ઘાંટીલા ખાતે યોજાયેલ ફ્રી નિદાન કેમ્પમાં 700 થી વધારે દર્દીઓએ ભાગ લીધો હતો. જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી માં દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડો.પરાગ વામજા, ડો.યશરાજસિંહ ઝાલા, ડો.કૌશલ ચિખલીયા, ડો.મીતા મેરજા, ડો.દર્શન નાયકપરા, ડો.કેયુર જાવિયા, ડો.કેતન કાકાણી, ડો.પાર્થ કાલરીયા સહિતના ડોક્ટરોએ નિ:શુલ્ક સેવા આપી હતી.