Sunday, March 15, 2026

‘મારે કલેક્ટર બનવું છે’ બ્રેઈન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની IAS બનવાની ઈચ્છા પુર્ણ..

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદ: “મારે કલેક્ટર બનવુ છે” અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બની 11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની અદમ્ય ઇચ્છાને અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ પૂર્ણ કરી -વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ ફ્લોરાને એક દિવસ માટે જિલ્લા કલેકટરએ પોતાની ખૂરશી પર બેસાડી હતી. ફ્લોરાએ ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સરકારી યોજના લાભાર્થીઓના પ્રમાણપત્ર પણ વિતરણ કર્યા હતાં. તેમજ ફ્લોરાનું સ્વાગત એક આઈએએસ ઓફિસર ડ્યુટી જોઈન કરે ત્યારે જે રીતે થાય એ રીતે જ કરવામાં આવ્યું હતું.

ફ્લોરાને કલેક્ટર બનવાની ઈચ્છા હતી

ગાંધીનગરના સરઘાસણના રહેવાસી અપૂર્વ શાહની દીકરી ફ્લોરાને 7 મહિના પહેલા બ્રેઈન ટ્યુમરની બીમારી થતાં ઓપરેશન કરાવ્યું હતું.ફ્લોરા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેને કલેક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ બ્રેઇન ટ્યુમરના કારણે તેની ઈચ્છા પૂરી થવી, એ મોટો પડકાર હતો. તેના માતા-પિતાએ એક NGOનો સંપર્ક કર્યો, જેમના મારફતે આ વાત અમદાવાદ જિલ્લા કલેકટર સુધી પહોંચી અને ફ્લોરને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

લાભાર્થીઓને સરકારી સહાયના પ્રમાણપત્રો આપ્યા

ફ્લોરાની એક દિવસના કલેકટર બનાવવાની વાતને લઈ કલેકટર કચેરીના કર્મચારીઓ પણ કચેરીની બહાર મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જેમ મોટા અધિકારી કોઈ ઓફિસમાં પહોંચે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે એ જ રીતે ફ્લોરનું પણ બુકેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજનાના, વગેરેના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપ્યા હતાં.

કલેક્ટરને NGO મારફતે ફ્લોરાની વિગત મળી

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની વિગત મળી. જે બાબતે કચેરી મારફતે ખરાઈ કરી તેની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો. આવતા સપ્તાહે તેનો જન્મદિવસ હોવાથી કલેક્ટર કચેરી ખાતે કલેકટરની હાજરીમાં કેક કાપવામાં આવી. આ ઉપરાંત અલગ અલગ પ્રકારની ગિફ્ટ અને ચોકલેટ પણ આપવામાં આવી હતી. ફ્લોરાની માતા સોનલ આસોડિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, તેમની દીકરીની હકીકતમાં ભલે IAS બનવાની ઇચ્છા પૂરી નથી થઈ, પરંતુ પ્રતીકાત્મક સ્વરૂપે કલેકટરની ચેર પર જોઈ ખુશી થઈ અને ગર્વ મહેસુસ થયો

Related Articles

Total Website visit

1,597,101

TRENDING NOW