Monday, May 5, 2025

મારા ઘરના વોટ્સએપમાં મેસેજ કેમ કરે છે ? કહી માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

મારા ઘરના વોટ્સએપમાં મેસેજ કેમ કરે છે ? કહી માર માર્યો.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા અને ઉમિયા સર્કલ પાસે આવેલ યદુનંદન સોસાયટીમાં મોમાઈ દૂધની ડેરી ધરાવતા હિતેષભાઈ ઉર્ફે હેમંતભાઈ ધીરાભાઈ ભુંભરીયા, ઉ.24 ગત તા.21ના રોજ પોતાની દૂધની ડેરીએ હતા ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડ, કમલેશભાઈ હમીરભાઈ રાઠોડ રહે. મકનસર અને સુરેશભાઈ નામની વ્યક્તિ ત્યાં આવી હતી જે સમયે વજાભાઈ રાઠોડે કહ્યું હતું કે તું મારા ભત્રીજાની વહુને કેમ વોટ્સએપમાં મેસેજ કરેશ ? જેથી હિતેશભાઈએ પોતે મેસેજ ન કરતા હોવાનું જણાવતા લોખંડનો પાઇપ ફટકારી દીધો હતો.આરોપી કમલેશે પણ હવે પછી જો મારી પત્નીને વોટ્સએપ મેસેજ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને સાથે રહેલા સુરેશ નામના વ્યક્તિએ પણ લાકડાના ધોકા ફટકારી માર મારતા ફરિયાદી હિતેશભાઈના ભાઈ આશિષભાઈ તથા દીપકસિંહે વચ્ચે પડી હિતેશભાઈને છોડાવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Related Articles

Total Website visit

1,502,742

TRENDING NOW