(અહેવાલ: જયેશ બોખાણી) મોરબી: માતાના મઢથી દર્શન કરીને પરત ફરી રહેલા મોરબીના સોલંકી પરિવારના ટેમ્પો વાહનનો વરસામેડીથી ભીમાસર તરફ જવાના રસ્તે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વિજયનગરમાં રહેતા સોલંકી પરિવારના આઠ સભ્યો ટેમ્પો લઇને માતાના મઢ આશાપુરા દર્શન માટે ગયા હતા. અને દર્શન કરીને પરત ફરતી વેળાએ વરસામેડીથી ભીમાસર તરફ જવાના રસ્તે છોટાહાથી મીની ટેમ્પો નં.GJ36-V-0353 સામેથી આવતા ટ્રકના બચાવના પ્રયાસમાં રોડ પરથી પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલક જગદીશભાઈ મોહનભાઈ સોલંકી (રહે.વિજયનગર મોરબી)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ટેમ્પોમાં સવાર અન્ય 2 થી 3 સભ્યોને ઇજા પહોંચી હોવાથી અંજાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના યુવાનના મોતથી સોલંકી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે.
