મોરબી : માળીયા હળવદ હાઇવે ઉપર માણાબા ગામના પાટિયા નજીકથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર માણાબા ગામના પાટિયા નજીકથી આરોપી લાલજીભાઈ બાબુભાઈ ધંધાણીયા (ઉં.વ-૨૬ સુલતાનપુર ગામ) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩ કિં. રૂ. ૯૦૦ સાથે ઝડપી લઈ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.