
મોરબીની મહેન્દ્રનગર ચોકડી શીવ એન્જિનિયરિંગ નામની દુકાન સામે ઈંગ્લીશ દારૂની ૩ બોટલો સાથે એક શખ્સને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી શીવ એન્જિનિયરિંગ નામની દુકાન સામે આરોપી અલ્કેશભાઈ રામજીભાઈ થરોડા (રહે. મહેન્દ્રનગર ચોકડી શીવ એન્જિનિયરિંગ નામની દુકાનમાં. મોરબી) નેં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩ ( કિં.રૂ.૨૫૫૦) નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
