“મહિલાના ઘર સંસારમાં તિરાડ પડતી અટકાવતા મહિલા સહાયતા કેન્દ્ર વાંકાનેર”
જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતું વાંકાનેર સહાયતા કેન્દ્રની સરાહનીય અન્ય કામગીરી ની મળતી માહિતી અનુસાર જિલ્લા મહિલા બાળ વિકાસ વિભાગ અધિકારી શ્રી જલ્પાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રના મહિલા કાઉન્સેલર તેજલબા ગઢવી દ્વારા મહિલાના નામે જીવે બેન રઘુલાલભાઈ ઉંમર 31 નામ (બદલાવેલ છે )જેઓને ઘર સંસારમાં માનસિક શારીરિક ત્રાસ ગુજારતા હોય અને એ સમય દરમિયાન મહિલા ગર્ભવતી હોય જેની અરજી આવતા બંને કુટુંબો વચ્ચે વારંવાર કાઉન્સિલિંગ કરી જૂથ મીટીંગ ના આધારે બંને પતિ પત્નીનો નું સુ:ખદ સમાધાન કરાવેલ છે ને હાલ અમુક સમય બાદ મહિલાના ઘરની પૂછપરછ કરતા અને ટેલિફોનની વાતચીત દરમિયાન હાલ જાણવા મળેલ કે મહિલાને કોઈપણ જાતની તકલીફ નથી અને બંને પતિ પત્ની રાજી ખુશીથી રહે છે અને આવનાર બાળકનું પણ વિચારે છે તેથી જિલ્લા મહિલા અને બાળ વિભાગ અંતર્ગત ચાલતું વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રનો અરજદારે તથા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે